ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે. અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસ 3623 થયા છે.

એક્ટિવ કેસઃ 5,90,611

કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603

કુલ મૃત્યુઆંકઃ4,83,790

કુલ રસીકરણઃ 151,57,60,645