ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં ખાબકતા 12 લોકોનાં મોત

New Update
ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં ખાબકતા 12 લોકોનાં મોત

ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા સહિત 10 પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી.

અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ હતી. 2 મહિલા સહિત 10 પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.

જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા.

.

Latest Stories