Connect Gujarat
દેશ

ગુજરાત પોલીસના 2 લાંચિયા કોન્સ્ટેબલોની રાજસ્થાન ACBએ કરી ધરપકડ, દારૂના વેપારી પાસે માંગી હતી લાંચ...

રાજસ્થાનના ઉદયપુરમાંથી ગુજરાત પોલીસના 2 હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખ 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા છે.

ગુજરાત પોલીસના 2 લાંચિયા કોન્સ્ટેબલોની રાજસ્થાન ACBએ કરી ધરપકડ, દારૂના વેપારી પાસે માંગી હતી લાંચ...
X

રાજસ્થાનના ઉદયપુર ACBના સ્પેશિયલ યુનિટે મોટી કાર્યવાહી કરતા ફિલ્મી સ્ટાઇલમાં રાજસ્થાનના ઉદયપુરમાંથી ગુજરાત પોલીસના 2 હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખ 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા છે. આ 2 પોલીસ કોન્સ્ટેબલ દારૂના વેપારી પાસે ગયા હતા. આ બંને પોલીસકર્મીઓએ અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાંથી નામ હટાવવા માટે લાંચ માંગી હતી.

ગુજરાતના હેડ કોન્સ્ટેબલની રાજસ્થાનની ACBએ ધરપકડ કરી લીધી છે, ત્યારે ગુજરાત પોલીસ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. લાંચિયા હેડ કોન્સ્ટેબલને પકડવા માટે ACBએ ખૂબ મહેનત કરી હતી. જેમાંથી એક પોલીસકર્મી નાસી છૂટ્યો હતો. જોકે, બાદમાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, રવિવારના રોજ સાંજે ગોવર્ધન વિલાસ વિસ્તારમાં બંનેને શબરી પાર્લરની પાસે ગાડી રોકીને ACBએ ઝડપી લીધા હતા.

આ દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ નાસી છૂટ્યો હતો. પરંતુ થોડી જ આગળ તેને ACBએ ઝડપી લીધો હતો. આ બંને આરોપી ઉદયપુરના એક દારૂના વેપારીને એક કેસમાં તેનું નામ હટાવવા માટે લાંચ માંગી તેને ધમકાવી રહ્યા હતા, ત્યારે આ મામલે ACBએ હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલની ધરપકડ કરી લીધી છે. હાલમાં આ મામલે DIG આર.પી.ગોયલના સુપરવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. રવિવારે ઇન્સ્પેક્ટર રતનસિંહ રાજપુરોહિત અને તેમની ટીમે ટ્રેપ કાર્યવાહી કરતા ગાંધીનગર હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલની ધરપકડ કરી લીધી છે. ACBએ આ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story