વધુ 2 નેતા ગુજરાતનાં રાજ્યપાલ બની શકે છે.આ નામ ચર્ચામાં

વધુ 2 નેતા ગુજરાતનાં રાજ્યપાલ બની શકે છેનીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વિજય રૂપાણીનાં નામ ચર્ચામાં, અત્યારસુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા

New Update
આ

2014માં કેન્દ્રમાં મોદીજીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા. 

2018માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં.2021માં ગુજરાતના જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા.

આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલનું પદ મળ્યું હતું. જેમાંથી બે નેતાઓના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

 ત્યારે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે. જેમાં વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલના નામ મોખરે છે.

 29 જુલાઈએ આનંદીબેનનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

 

Latest Stories