/connect-gujarat/media/post_banners/6a4ea647d93a55004c77de537225eef65261f8e2990fcae3dc738b59a7ad2383.webp)
2023 એશિયા કપમાં આજે એટલે કે સોમવારે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં તે નેપાળ સામે રમશે નહીં.
એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે બેટિંગ કરવા આવ્યો હતો. જો કે જસપ્રીત બુમરાહને વરસાદને કારણે બોલિંગ કરવાની તક મળી ન હતી. ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે રમશે. સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને નેપાળ સામે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.
ભારત અને નેપાળ વચ્ચેની મેચ એ જ મેદાન પર રમાશે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો કે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ મળશે. જો કે, બોલ જૂનો થયા પછી પિચ બેટ્સમેન માટે યોગ્ય બની જાય છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર , ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.
નેપાળની સંભવિત પ્લેઈંગ ઈલેવન
કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરી, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ છેત્રી અને લલિત રાજબંશી.