/connect-gujarat/media/post_banners/f5d70c64400a925e151b7c1012fc30b7d43431ffcb2abb198771a84f581fb364.webp)
હરસિધ્ધિ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી કસક ભરૂચ ની ૨૩મી વાર્ષિક સાધારણ સભા ગોપાલક મંડળ હોલ ખાતે શનિવારે મળી હતી.આ સોસાયટીના ૯ જૂથના ૩૦ સભ્યોને રૂ.૪,૮૦,૦૦૦/- ના ચેકનું વિતરણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે અપાયા હતા.ખાસ કરીને સરકારી સેવામાં નિવૃત થનાર સુરેશભાઈ આહીર તેમજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ભરૂચ નગરપાલિકા દ્વારા અગાઉ ૩૫ કરતા વધુ મહિલા જૂથને રૂ.૩૫ લાખ ધિરાણમાં વ્યાજસહાયમાં સહયોગી બનનાર ભરૂચ પાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાનું સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સભાના અધ્યક્ષ સ્થાનેથી સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસિયાએ જણાવ્યુ હતું કે આ અગાઉ દિવાળી પર સોસાયટીએ ૪૬ જૂથના ૧૮૬ લાભાર્થીઓને ૨૭.૪૦ લાખનું ધિરાણ આપ્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં 3૫ જૂથની 3૫૦ મહિલાઓને ૩૫ લાખનું ધિરાણ અગાઉ આપ્યું હતું.જેમાં બહેનો અપાયેલ ધિરાણનું ૧૦૦ ટકા રીકવરી આવી છે.આમ જૂથના બહેનો ઉપર મુકેલો વિશ્વાસ તેઓ નિયમિત અને ઈમાનદારી અને પ્રમાણિક પણે ૧૦૦ ટકા રીકવરી આવતા સૌ માટે હર્ષની લાગણી વ્યક્ત કરૂ છે.ચાલુ વર્ષે સભાસદોને ૧૦ ટકા ડિવિડંડ આપવાનું નક્કી કર્યું છે.આ સોસાયટીમાં હોદ્દેદારો,ડીરેકટરો,સભાસદો તેમજ સ્ટાફ દ્વારા એક મજબુત સાંકળરૂપ કામ કરતા સેવાકીય કામમાં દીવાદાંડીરૂપ બની છે.
આ સોસાયટીના વાઈસ ચેરમેનશ પી.ડી.પટેલ,સહકાર ભારતીના જિલ્લા પ્રમુખ એન.જે.પટેલ,તેમજ પી.એચ.વાઘેલા (આંતરિક ઓડિટર) વગેરેએ પ્રાસંગિક વક્તવ્યમાં મહિલાઓને આપવામાં આવેલ ધિરાણ દ્વારા વ્યવસાયલક્ષી પ્રવૃતિથી આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન સોસાયટીના મેનેજર તુલસીપૂરી ગોસ્વામીએ કર્યું હતું.