/connect-gujarat/media/media_files/0bW9nA43AZISQwiiC1eF.jpg)
પંજાબના રોપડમાં મેરીંડા શહેરમાં એક યુવકે પોતાની પત્ની, ભાભી અને ભત્રીજાની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જે ગંભીર હત્યાની ઘટનામાં કોર્ટે 28 વર્ષના આરોપીને 70 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, પંજાબના રોપડ જિલ્લા અદાલતે મેરીંડા શહેરમાં રહેતા આલમ નામના 28 વર્ષના આરોપીએ પોતાની પત્ની પર અનૈતિક સંબંધોની આશંકા રાખીને તેણીની હત્યા કરી હતી, ત્યારબાદ ભાભી જસપ્રીત અને ભત્રીજા સાહિલની પણ કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
આ ઘણા અંગેનો કેસ રોપડ જિલ્લા કોર્ટમાં ચાલી જતા આરોપી આલમને કોર્ટે ત્રિપલ હત્યાકાંડમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી આલમે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયો હતો.