જૂનાગઢમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

New Update
જૂનાગઢમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

જુનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માંગરોળ, માણાવદર પંથકમાં 6.24 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો છે. 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો છે.અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા.

ભૂકંપનો આંચકો અનુભવતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.જુનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિઝાસ્ટર ઓફિસર ક્રતુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સાંજના 6:30 વાગ્યે માળીયા તેમજ આસપાસ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇ ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને જ્યાંથી માંગરોળથી 27 કિલોમીટર દૂર 3.5 તીવ્રતાનો આંચકો આવેલાનું જણાવ્યું હતું.

Latest Stories