Connect Gujarat
દેશ

તાવ, શુગર અને દુખાવા સહિત 39 દવાઓ હવે સસ્તા ભાવે મળશે..

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ અથોરિટીએ દવાની કાળાબજારી રોકવા માટે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે

તાવ, શુગર અને દુખાવા સહિત 39 દવાઓ હવે સસ્તા ભાવે મળશે..
X

કોરોના મહામારી બાદ દેશમાં દવાઓના ભાવ અને મેડિકલ ખર્ચ ડબલથી પણ વધી ગયો છે. પણ હવે આ માર્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેના કારણે શુગર, દુખાવો, તાવ, હાર્ટ, સાંધાનો દુખાવો, તેલ, ઈન્ફેક્શનની દવાઓ સસ્તા કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો કેન્દ્ર સરાકરે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે. તેની સાથે જ 4 સ્પેશિયલ ફીચર વસ્તુઓને પણ મંજૂરી આપી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીએ તેના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.આપને જણાવી દઈએ કે, નિર્ણલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા લોકો આ મામલે રાહત મળશે તેવી આશા હતી.


નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ અથોરિટીએ દવાની કાળાબજારી રોકવા માટે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે. એનપીપીએએ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે, કઈ દવા આ યાદીમાં સામેલ કરી છે. તેમાં ડાયાબિટીઝ, પેન કિલર, તાવ, હાર્ટ, સાંધાનો દુખાવાની દવાઓ સસ્તી થઈ છે. આ ઉપરાંત ચાર સ્પેશિયલ ફીચર વસ્તુઓને પણ મંજૂરી આપી દીધી છે.

Next Story