હિમાચલમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે 428ના મોત, 2611 ઘરો ધરાશાયી, 70 રસ્તા બંધ, હજુ કહેર જારી......

રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી થતા તે લોકોની ચિંતામાં વધારો કર્યો છે

New Update
હિમાચલમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે 428ના મોત, 2611 ઘરો ધરાશાયી, 70 રસ્તા બંધ, હજુ કહેર જારી......

હિમાચાલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસાએ વિરામ લીધો હતો ત્યારે હવે ફરી એકવાર પહાડી ક્ષેત્રો અને મેદાની વિસ્તારોમાં લોકોને ભારે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી કરી છે તેમજ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી થતા તે લોકોની ચિંતામાં વધારો કર્યો છે જેના ઘરો ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા.

રાજ્યમાં આ પહેલા થયેલા વરસાદને કારણે લગભગ 11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા છે. રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 428ના મોત થયા છે જ્યારે 70 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાલમપુરમાં 57, નાહનમાં 44 અને પાવંટા સાહિબમાં 17 મિમી વરસાદ થયો છે. આજથી કેટલાક જિલ્લાઓમાં ચોસાસાની અસર જોવા મળશે.

Latest Stories