જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, ભુસ્ખલન સહિતની ઘટનામાં 5 લોકોના મોત

New Update
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, ભુસ્ખલન સહિતની ઘટનામાં 5 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભૂસ્ખલન અને પૂરના કારણે 5 લોકોના મોત થયા છે. રવિવાર રાતથી અહીં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પહાડોમાં પણ હિમવર્ષા ચાલુ છે. ઘણા મકાનોને નુકસાન થયું છે અને સેંકડો રહેવાસીઓ અસરગ્રસ્ત થયા છે.જમ્મુના ડોડા, રિયાસી, કિશ્તવાડ, રામબન અને કાશ્મીરના કિશ્તવાડ સહિતના પર્વતીય જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે. ગઈકાલે રામબન જિલ્લામાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં શ્રીનગર-જમ્મુ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.પૂરને કારણે કુપવાડા જિલ્લામાં શુમરિયાલ બ્રિજ, ખુમરિયાલ બ્રિજ, શતમુકમ બ્રિજ, સોહિપોરા-હૈહામા બ્રિજ, ફરક્યાન બ્રિજ, ગ્રામીણ વિકાસ વિભાગની બે ઇમારતો અને સહાયક નિયામક હસ્તકલા કાર્યાલયની ઇમારતને નુકસાન થયું છે. શુમર્યાલ-ગુંડાઝાંગરમાં રોડ-રસ્તા તુટી ગયા છે. ડોબન કછામા ડેમમાં તિરાડ પડી છે.

કુપવાડામાં હવે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. જળસ્તર ઘટી રહ્યું છે અને લોકો તેમના જર્જરિત ઘરોમાં પરત ફરી રહ્યા છે. ગઈકાલે આવેલા અચાનક પૂરના કારણે રોડનો એક ભાગ ધોવાઈ ગયો હતો અને અનેક ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

Latest Stories