કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી:10 લોકોને બચાવાયા

કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી:10 લોકોને બચાવાયા
New Update

પશ્ચિમ બંગાળના કોલકાતામાં રવિવારે મોડી રાત્રે 5 માળની એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં બની હતી. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે ઈમારત ખાલી હતી. તેની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ છે, જેના પર મકાન ધરાશાયી થયું હતું. લોકો ત્યાં સૂતા હતા. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. લોકોને શોધવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. ઘણી એમ્બ્યુલન્સ પણ તૈનાત છે. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળનો વિસ્તાર ભીડભાડથી ભરેલો છે. તેથી સર્ચ ઓપરેશનમાં સાવચેતી રાખવામાં આવી રહી c છે 

#India #Kolkata #collapses #5-storey building #under construction
Here are a few more articles:
Read the Next Article