Connect Gujarat
દેશ

સિક્કિમ પૂરમાં અત્યાર સુધીમાં 65ના મોત, 81 હજુ પણ લાપતા, કેન્દ્રીય ટીમ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.!

સિક્કિમમાં અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને 65 થઈ ગયો છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જલપાઈગુડી પોલીસે જણાવ્યું હતું

સિક્કિમ પૂરમાં અત્યાર સુધીમાં 65ના મોત, 81 હજુ પણ લાપતા, કેન્દ્રીય ટીમ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.!
X

સિક્કિમમાં અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને 65 થઈ ગયો છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (SSDMA) અને જલપાઈગુડી પોલીસે જણાવ્યું હતું કે સિક્કિમમાંથી 30 અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાંથી 35 મૃતદેહો મળી આવ્યા છે. 81 લોકો હજુ પણ ગુમ છે. 26 લોકો ઘાયલ છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

SSDMA અનુસાર, શનિવારે સિક્કિમમાં વધુ ચાર મૃતદેહો મળ્યા બાદ સિક્કિમમાં મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. હજુ પણ 81 લોકો ગુમ છે, સર્ચ ઓપરેશન ચાલુ છે. SSDMAએ જણાવ્યું હતું કે ચાર જિલ્લાના 86 વિસ્તારોમાં રહેતા 41,870 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 1,507 મકાનોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 2,563 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 30 રાહત શિબિરોમાં 7,025 લોકો રહે છે. પૂરમાં 13 પુલ ધરાશાયી થયા છે.

આ દુર્ઘટનામાં સેનાના 9 જવાનો પણ શહીદ થયા છે. તમને જણાવી દઈએ કે, 3 ઓક્ટોબરે 23 સૈનિકો ગુમ થયા હતા અને તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. અન્ય લાપતા જવાનોની શોધ માટે સેના દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં ખાસ રડાર, ડ્રોન અને આર્મી ડોગ્સ લગાવવામાં આવ્યા છે.

Next Story