/connect-gujarat/media/post_banners/a1e768c523eb687f4bce45fe2b14a9b9c2767f359d2485e4d5184fda97adf873.webp)
મહારાષ્ટ્રના થાણેમાં આજે લીફ્ટ પડવાની ગંભીર ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે... આ ઘટના થાણેમાં આવેલી 40 માળની બિલ્ડીંગમાં બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં તમામ મૃતકો શ્રમિકો છે. મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના થાણેના બાલકુલમ વિસ્તારમાં એક 40 માળની બિલ્ડિંગ આવેલી છે, જેની લિફ્ટ તુટી જતા 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે.
શ્રમિકો તેમનું કામ પુરુ કરીને લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. અહીં લિફ્ટ તુટી પડતા જ ભારે અફરા-તફરી સર્જાઈ હતી. અહીં રૂનવાલ નામની 40 માળની બિલ્ડિંગની લિફ્ટ જોરદાર અવાજ સાથે નીચે પડી હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે વહિવટીતંત્ર, પોલીસ અને રાહત બચાવ ટીમને જાણ કરતા તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત બચાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.