New Update
/connect-gujarat/media/media_files/2025/08/15/pm-2025-08-15-09-52-34.png)
આજે 79માં સ્વતંત્રતા દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહના માહોલ વચ્ચે આજે સવારે PM મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે.
લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છે. ભારતના દરેક ખૂણામાંથી, પછી તે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારા હોય કે ગીચ વસ્તીવાળા વિસ્તારો બધે જ ફક્ત એક જ ગુંજ છે, એક જ જ્ય્કારો છે - આપણી પ્રાણથી પણ પ્રિય માતૃભૂમિનું જયગાન છે.
Latest Stories