/connect-gujarat/media/post_banners/54729986b6d9d16c9d47539db2461ea1e6cfd0ede6194e12a5a4387553537675.webp)
તમિલનાડુમાં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુના શિવાકાશી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. વિરુધુનગરના જિલ્લા કલેક્ટર જયસેલને જણાવ્યું કે, શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોના મોત થયા છે.
પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસે કહ્યું કે તેઓ વિસ્ફોટનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. શિવકાશીને ભારતમાં ફટાકડા બનાવવાનું કેન્દ્ર કહેવામાં આવે છે. દેશના ફટાકડા, સેફ્ટી માચિસ અને સ્ટેશનરી વસ્તુઓના કુલ ઉત્પાદનમાં પણ આ સ્થળનો મોટો હિસ્સો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ શિવકાશીના સેંગમલપટ્ટી વિસ્તારમાં થયો હતો. ગુરુવારે બપોરે લગભગ 3.45 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.