Connect Gujarat
દેશ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યા જીવ, ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં થયો ભારે વરસાદ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યા જીવ, ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં થયો ભારે વરસાદ
X

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા છે. ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. મોડી રાત્રે SDRFએ અહીંથી 50 લોકોને બચાવ્યા.

હલ્દવાણીમાં પાણીમાં ફસાયેલા 150 લોકોને બચાવી લેવાયા છે. રાજ્યના નૈનિતાલ, ચંપાવત, ઉધમ સિંહનગર અને પૌડી જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, હિમાચલમાં 24 જૂનથી અત્યારસુધીમાં લગભગ 223 લોકોએ જીવ ગુમાવ્યા છે. એ જ સમયે 295થી વધુ લોકો ઘાયલ થયા છે. 800 મકાન સંપૂર્ણપણે નાશ પામ્યાં અને 7500 મકાન જર્જરિત થઈ ગયાં છે.

બીજી તરફ, દિલ્હીમાં પૂર મામલે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ચીફ એન્જિનિયર સંદીપ તનેજાને સસ્પેન્ડ કરી દીધા છે. સંદીપ પર ITO યમુના બેરેજના 4 દરવાજા ન ખોલવાનો આરોપ છે, જેના કારણે દિલ્હીમાં પૂર આવ્યું હતું.

Next Story