ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન, મહિલા શૂટર રુબીના ફ્રાન્સિસે જીત્યો બ્રોન્ઝ મેડલ

Featured | દેશ | સમાચાર, ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. મહિલા શૂટર રુબીના ફ્રાન્સિસે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં (SH1) બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું

New Update
શૂટર રુબીના ફ્રાન્સિસે

પેરિસ પેરાલિમ્પિક 2024ના ત્રીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટ, શનિવારે પણ ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. મહિલા શૂટર રુબીના ફ્રાન્સિસે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં (SH1) બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું છે. રુબીના ફ્રાન્સિસે ફાઇનલની મેચમાં 211.1 પોઇન્ટ મેળવ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના મેડલ્સની સંખ્યા 5 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની પેરા પિસ્તોલ શૂટર રુબીનાએ વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2023માં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રુબીનાએ 2017માં બેન્કોકમાં યોજાયેલી વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ક્રોએશિયામાં 2019 વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

25 વર્ષની રુબીનાને રિકેટ્સ છે અને તે પગથી 40 ટકા દિવ્યાંગ છે. રિકેટ્સ એક એવી સ્થિતિ છે, જેમાં બાળકોના હાડકાનો વિકાસ પ્રભાવિત થાય છે. આ બિમારી હાડકામાં દુઃખાવો અને નબળાઈનું કારણ બને છે. તેનાથી હાડકામાં વિકૃતિ આવી જાય છે. રુબીના મધ્ય પ્રદેશ શૂટિંગ એકેડમીમાં પિસ્તોલ શૂટિંગની ટ્રેનિંગ લે છે

Latest Stories