/connect-gujarat/media/media_files/2025/10/26/scs-2025-10-26-21-19-39.jpg)
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 48 કલાક માં તીવ્ર બનીને ચક્રવાત મોન્થા માં પરિવર્તિત થવાની સંભાવના છે. આ ચક્રવાતને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ભારતીય સેના, NDMA (રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ) અને સંબંધિત રાજ્યોની સરકારો ઉચ્ચ ચેતવણી પર છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું 28 ઓક્ટોબરે સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બનીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
બંગાળની ખાડીમાં 'મોન્થા' ચક્રવાતની ગંભીર સ્થિતિ
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રચાયેલું દબાણ આગામી 48 કલાક માં તીવ્ર બનીને ચક્રવાત મોન્થા માં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. થાઇલેન્ડ દ્વારા આ ચક્રવાતને "મોન્થા" નામ આપવામાં આવ્યું છે. આ તોફાન લગભગ 100 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાવશે અને 110 કિમી પ્રતિ કલાક સુધીના ઝડપી પવનોની આગાહી કરવામાં આવી છે. આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના રાજ્યો પર થવાની સંભાવના હોવાથી, ભારતીય સેના અને વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.