New Update
/connect-gujarat/media/post_banners/e9e5c47dfaed16a0d83d29d946d39eea3a2c667e84c16857d1218316f5501989.webp)
શ્રીનગરના પઠાણ ચોક સ્થિત ITBP કેમ્પમાં આગ લાગી હતી. જો કે કેમ્પમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ બુઝાવવા માટે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જવાનોએ પોતાના સ્તરેથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગને કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ જાણવા મળ્યું નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીન શેડનો ઉપયોગ કેટલાક સાધનો અને કપડાં સ્ટોર કરવા માટે કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે આગ વિદ્યુત શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે, જેણે ઝડપથી 100 બાય 50 ફૂટ લાંબા શેડને લપેટમાં લીધું હતું અને તેનો નાશ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ફાયર અને ઈમરજન્સી સર્વિસ, પોલીસ અને આઈટીબીપીના જવાનોએ આગ પર કાબૂ મેળવી રહ્યા છે. આગ ઓલવવા માટે અનેક ફાયરની ગાડીઓ પહોંચી છે.
Latest Stories