મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મોજા બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ, 6 લોકોના મોત

New Update
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મોજા બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ, 6 લોકોના મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આગ લાગવાની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ મૃત્યુનું કારણ દાઝી ગયાનું બહાર આવ્યું છે. મોજા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાને લઈ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગ્યા બાદ હવે આગને કાબુમાં લેવામાં આવી છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેન્ડ ગ્લવ્ઝ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વલુજ MIDC વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની અંદર 5 કર્મચારીઓ ફસાયેલા છે. છત્રપતિ સંભાજી નગરના વાલજ MIDC વિસ્તારમાં આવેલી રિયલ સનશાઈન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે

વિગતો મુજબ અત્યાર સુધીમાં પોલીસે 6 લોકોના મોતની માહિતી આપી છે. ઘાયલોને સારવાર માટે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની બેથી ત્રણ ગાડીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની કોટન હેન્ડ ગ્લોવ્સ બનાવે છે.

Latest Stories