Connect Gujarat
દેશ

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ, પુત્રવધુ શ્લોકા મહેતાએ દીકરીને આપ્યો જન્મ

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ, પુત્રવધુ શ્લોકા મહેતાએ દીકરીને  આપ્યો જન્મ
X

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ફરી એક વખત દાદા બની ગયા છે. અંબાણી પરિવારમાં એક દીકરીની કીલકારી ગુંજતા સમગ્ર એન્ટીલા ઘરમાં હર્ષની લાગણી છવાઇ છે. મુકેશ અંબાણીના મોટા દિકરા આકાશ અને પુત્રવધુ શ્લોકા મહેતના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આકાશ અને શ્લોકાને સંતાનમાં એક પુત્ર છે જેનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે, હવે દીકરીનો જન્મ થતાં જ સમગ્ર અંબાણી પરિવારમાં ખુશી છવાઇ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આકાશ અને શ્લોકાના ઘરે બુધવારે દીકરીનો જન્મ થયો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણી પોતાના પુત્ર આકાશ અને પૌત્ર પૃથ્વીને લઇને સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. ખુશીને મોટા પાયે ઉજવણી કરવા માટે જાણીતા અંબાણી પરિવાર થોડા સમય પહેલા જ નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે એક સાથે નજરે પડ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણીની પુત્રવધુ શ્લોકા પણ પહોંચી હતી જે બેબી બમ્પ સાથે દેખાતા ટૂંક સમયમાં જ અંબાણી પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે તેવી ચર્ચા શરૂ થઇ હતી. અંબાણી પરિવારમાં આવેલા નવા મહેમાન અંગે હાલ કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

Next Story