ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર થયો વિસ્ફોટ, 7 લોકોના કરુણ મોત

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર થયો વિસ્ફોટ, 7 લોકોના કરુણ મોત
New Update

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, આ અકસ્માતમાં કારખાનાના માલિક સહિત અત્યાર સુધીમાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, તે નજીકના ખેતરોમાં કામ કરતી હતી. આ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે, ઘાયલોને સારવાર માટે પ્રયાગરાજની SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને બ્લાસ્ટને કારણે નજીકના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. આ સિવાય વિસ્ફોટને કારણે ફેક્ટરીની ઈંટો બેથી ત્રણસો મીટર સુધી વેરવિખેર થઈ ગઈ હતી. ઘણા મજૂરોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા, જેમના શરીરના ભાગો નજીકના ખેતરોમાં મળી આવ્યા હતા.

ફેક્ટરીમાં લગભગ દોઢ ડઝન લોકો ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધુમાડો અને આગની જ્વાળાઓ જોઈને ફેક્ટરીની અંદર જવાની કોઈની હિંમત ન થઈ. થોડા સમય બાદ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા ખાનગી ટ્યુબવેલ વડે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરાયા હતા.આગ કાબૂમાં આવતાં મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું શરૂ કરાયું હતું. આ માહિતી મળ્યા પછી, એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવ ઘણા પોલીસ સ્ટેશનોના દળો સાથે પહોંચ્યા. પ્રયાગરાજ ઝોનના એડીજી ભાનુ ભાસ્કર અને આઈજી પ્રેમ ગૌતમ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

#India #ConnectGujarat #Uttar Pradesh #firecracker factory #huge explosion #Kaushambi
Here are a few more articles:
Read the Next Article