/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક દર્દનાક રોડ એક્સિડેંટમાં 6 લોકોના મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના ચનવાસ વિસ્તારમાં થઈ હતી.
જ્યાં એક કાર બેલેન્સ ગુમાવતાં લગભગ 500 મીટર ઊંડી ખીણમાં જઈને પડી. મળતી માહિતી મુજબ આ કારમાં કુલ 6 લોકો સવાર હતા અને આ 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં મારનાર 6 લોકોમાં 2 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાઈમાંથી મૃત્યુ પામનાર લોકોના ડેડ બોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કામ શરૂ કર્યું છે.
હિમાચલમાં બનેલી આ દુર્ઘટના પર CM સુખવીન્દ્ર સિંઘ સુખુએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ચંબા જિલ્લાના તિસાના ચનવાસમાં જે કાર દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે તે અત્યંત દુખદ ઘટયાના છે. પીડિતોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.