દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ, ઘણા વાહનોમાં લાગી આગ, 8 લોકોના મોત

દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો.

New Update
sccs

દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ત્રણ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. દિલ્હી કારમાં બ્લાસ્ટના કારણે 8 લોકોના મોત થયા છે.  આ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. બ્લાસ્ટમાં આઠ કાર અને 2 રિક્ષાને નુકસાન થયું છે.  NSG-NIA ની ટીમો સ્થળ પર પહોંચી છે.  



દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, "લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના ફાયર વિભાગને અહેવાલ મળ્યા હતા. સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે નજીકના ત્રણ વાહનોમાં આગ લાગી હતી. પરિસ્થિતિની તપાસ કરવા અને આગને કાબુમાં લેવા માટે ટીમો મોકલવામાં આવી છે."

મૃતકોના મૃતદેહને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ (LNJP) ખાતે લઈ જવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 5-6 વાહનો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે. 

Latest Stories