કેન્દ્રીય મંત્રીમંડળે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને મંજૂરી આપી હોવાથી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં આ વિમાનો બનશે જે કામમાં 3000થી વધુ લોકોને રોજગારી મળશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ખરીદીના નિર્ણયથી સેંકડો એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય) માટે નવી તકો ખુલશે અને હજારો નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું હતું કે, સંરક્ષણમાં ભારતની આત્મનિર્ભરતા મજબૂત કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.વિમાન ખરીદીના નિર્ણયને કારણે 1,500 કર્મચારીઓને પ્રત્યક્ષ રોજગાર અને 100થી વધુ એમએસએમઇના 3,000 લોકો માટે પરોક્ષ રોજગારી મળશે.
કેન્દ્ર સરકારે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને પણ મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)એ ભારતીય વાયુસેના માટે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે છ વર્ષના ગાળામાં આ વિમાનનો સપ્લાય શરુ થશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત એચટીટી-40 એક ટર્બોપ્રોપ એરક્રાફ્ટ છે, જેને ઓછી ઝડપથી હેન્ડલિંગ સુવિધા અને વધુ સારી તાલીમ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાયા છે.