/connect-gujarat/media/media_files/2025/12/29/cssc-2025-12-29-10-54-20.jpg)
આંધ્રપ્રદેશના યલમંચિલીમાં સોમવારે (29 ડિસેમ્બર, 2025) એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી.
ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચ B1 અને M2 માં અચાનક આગ લાગી ગઈ હતી. આગને કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા મુસાફરોએ સમયસર ટ્રેનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં કોચ B1 અને M2 સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે ઘણા અન્ય મુસાફરો બચી ગયા હતા. રાત્રે 12:00 થી 1:00 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.
આગની માહિતી મળતા જ લોકોમોટિવ પાયલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. રેલવે સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.
પોલીસ અધિકારીએ માહિતી આપી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત યલમંચિલીની નજીક થયો હતો. અધિકારીઓને સોમવારે રાત્રે 12:45 વાગ્યે આગની માહિતી મળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ લાગી ત્યારે એક અસરગ્રસ્ત કોચમાં 82 મુસાફરો અને બીજામાં 76 મુસાફરો હતા. તેમણે ઉમેર્યું, "કમનસીબે, કોચ B1 માંથી એક મૃતદેહ મળી આવ્યો છે."