/connect-gujarat/media/media_files/2026/01/04/scs-2026-01-04-20-29-57.jpg)
કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર આજે ભીષણ આગ લાગી હતી જેમાં સ્ટેશન પાર્કિંગમાં પાર્ક કરેલા 200 થી વધુ ટુ-વ્હીલર બળીને ગયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પાસેના ટુ-વ્હીલર પાર્કિંગમાં બની હતી જેના કારણે મુસાફરો અને નજીકના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ આગ લાગવાની જાણકારી સવારે 6:45 વાગ્યાની આસપાસ મળી હતી. જે આગની જ્વાળાઓ ઝડપથી પાર્કિંગ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અહીંયા સામાન્ય રીતે દરરોજ 500 થી વધુ મોટરસાયકલ અને સ્કૂટર પાર્ક કરવામાં આવે છે. પાર્ક કરેલા વાહનોમાં રહેલા ફ્યુઅલના લીધે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ સર્વિસના કર્મચારીઓ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જેમાં ફાયર ટેન્ડરોને લગભગ અડધો કલાકમાં આગ સફળતાપૂર્વક ઓલવી હતી.આ દરમિયાન વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો,. જેના લીધે મુસાફરો અને સ્ટેશન સ્ટાફ માટે અસુવિધા પેદા થઈ હતી.