ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં લાગી ભીષણ આગ, 500 પરિવારો થયા બેઘર

12 ડિસેમ્બર, 2025 ના રોજ, સાંજે 6;38 વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

New Update
skynews-fire-blaze-manila_6756558

12 ડિસેમ્બર, 2025 ના રોજ, સાંજે 6;38 વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક 5, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં  વૂડનનો  વધુ ઉપયોગ થયો હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

જ્વાળાઓ ઉંચી ઉંચી પહોંચી ગઇ હતી  અને કાળો ધુમાડો માઈલો સુધી દેખાતો હતો, જેના કારણે સાંજનું આકાશ પણ  કાળું ડિબાંગ થઈ ગયું હતું અને આ વિસ્તારની વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ હતી.  7:19 વાગ્યા સુધીમાં, આગ મોટા વિસ્તારમાં મોટાપાયે ફેલાઈ ચૂકી હતી.

20 થી વધુ ફાયર એન્જિનોએ આગ બુઝાવી.

ફાયર વિભાગે 20 થી વધુ ફાયર ટ્રક અને આસપાસના વિસ્તારોમાંથી ટીમો તૈનાત કરી હતી. મધ્યરાત્રિ સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે. આગને કારણે આશરે 500 પરિવારો બેઘર થઈ ગયા હતા અને તેમના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી.

ગરીબ વસાહતોમાં આગની ઘટના પર કાબૂ મેળવવો એક પડકાર 

મેટ્રો મનીલાના ગરીબ વિસ્તારોમાં આગ વારંવાર લાગે છે કારણ કે, ઘરો એકબીજાની ખૂબ નજીક છે. વિસ્તાર ખુબ જ ગીચ છે જેથી રેસ્ક્યુ ઓપરેશન અને આગ ઓલવવાનું કામ પણ કપરૂ બને છે આગ માટે અહીં  ખરાબ ઇલેક્ટ્રિકલ વાયરિંગ પણ જવાબદાર છે.  શેરીઓ સાંકડી છે, જેના કારણે ફાયર એન્જિનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ ઘટના ફરી એકવાર આગની સુરક્ષાની સમસ્યાને  ઉજાગર કરે છે.

Latest Stories