/connect-gujarat/media/media_files/2026/02/23/river-2026-02-23-10-12-07.jpg)
નેપાળથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નેપાળમાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક મુસાફર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર માહિતી મુજબ જાણવા મળ્યું છે. મૃતકોમાં છ મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. કેટલાક વિદેશી નાગરિકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જણાવાયું છે.
વિગતો મુજબ બસ પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે પૃથ્વી હાઇવે પર ધાડિંગ જિલ્લાના બેનીઘાટ રોરાંગ વિસ્તારમાં રાત્રે લગભગ 1 વાગ્યે આ અકસ્માત બન્યો. બસ રસ્તાથી લગભગ 300 મીટર નીચે નદીમાં પડી ગઈ હતી. ઘટનાના સમયે બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા.અકસ્માત બાદ 26થી 27 મુસાફરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. ઘણા ઘાયલોને વધુ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. મૃતકોમાં ન્યુઝીલેન્ડના નાગરિકો હોવાની માહિતી પણ સામે આવી છે.