અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં જેમને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર 62 વર્ષના રિચાર્ડ રિક સ્લેમેન મોતને ભેટ્યા છે. રિચર્ડને માર્ચમાં જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે આ કિડની ઓછામાં ઓછા 2 વર્ષ સુધી રિચર્ડના શરીરમાં યોગ્ય રીતે કામ કરી શકે છે.
જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તે હોસ્પિટલે જણાવ્યું હતું કે ડુક્કરની કિડની રિચર્ડના મૃત્યુનું કારણ નથી. ટ્રાન્સપ્લાન્ટ ટીમે રિચર્ડના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. રિચાર્ડ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. અગાઉ ડુક્કરની કિડની માત્ર બ્રેઈન-ડેડ વ્યક્તિના શરીરમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.ડુક્કરનું હાર્ટ પણ બે લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જો કે, સર્જરીના થોડા મહિના પછી જ તેમનું મૃત્યુ થયું હતું.