/connect-gujarat/media/media_files/2026/02/23/visa-2026-02-23-09-25-25.jpg)
બાંગ્લાદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં એક સકારાત્મક પગલું ભરાયું છે. બાંગ્લાદેશે આજથી ભારતીય નાગરિકો માટે પ્રવાસી વિઝા સેવા ફરી શરૂ કરી છે. આ માહિતી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ આપી હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે.
અગાઉ સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશે ભારતમાં સ્થિત પોતાના મિશનોમાં પ્રવાસી વિઝા આપવાની પ્રક્રિયા તાત્કાલિક રીતે બંધ કરી દીધી હતી. જેના કારણે પ્રવાસ, વેપાર અને પરિવાર મુલાકાત માટે જવા ઇચ્છતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે નવી ચૂંટાયેલી સરકારના નિર્ણય બાદ આ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે India એ બાંગ્લાદેશી નાગરિકો માટે વિઝા સેવા પહેલેથી જ ફરી શરૂ કરી દીધી હતી. હવે બાંગ્લાદેશ તરફથી પણ સમાન નિર્ણય લેવામાં આવતા લોકો માટે પ્રવાસ સરળ બનશે. બંને દેશો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. વિઝા સેવા ફરી શરૂ થવાથી પ્રવાસન, વેપાર અને લોકો-થી-લોકો વચ્ચેના સંબંધોને નવી ગતિ મળશે. વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, આ નિર્ણયથી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સહકાર વધશે.