Connect Gujarat
દેશ

ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો.
X

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઉમરેઠ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ચાલી રહેલ વિવિધ યોજનાઓ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની લાભ લેવા તમામ લાભાર્થીઓને સરકારી યોજના લાભાર્થી ઓને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે અને સરકારની તમામ કલ્યાણકારી પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમામ યોજનાઓની વધુમાં વધુ જાગૃતિ ફેલાય લાભાર્થીઓને લાભ મલી રહે તે હેતુસર ઉમરેઠ નગરપાલિકા ઉમરેઠ શહેરમાં ઓડબજાર વિસ્તારમા આવેલ નગરપાલિકા શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર પ્રવીણભાઈ ચૌધરી ઉમરેઠ મામલતદાર નિમેશભાઈ પારેખ ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ ઉપપ્રમુખ નીલાબેન જોશી ઉમરેઠ એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ ભાજપ અગ્રણી સુજલ ભાઈ શાહ સૌ કાર્યકર્તાઓ તમામ નગરપાલિકા સભ્યો કર્મચારીગણ આમંત્રિત મહેમાનો લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Next Story