/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
રાજસ્થાનના જાલૌર જિલ્લામાં એક મોટી સડક દુર્ઘટના થવા પામી છે જેમાં નેશલ હાઇવે 35 પર એક સ્લીપર બસ અચાનક રોડ પરથી ઉતરીને નીચે ખાડીમાં પડી ગઈ હતી. આ બસમાં સવાર લોકોમાંથી 5 લોકોના મોત થયા છે તો 20 લોકો ઘાયલ થયા છે અને ઘાયલ થયેલા લોકો માંથી પણ 5 લોકોની હાલત ખૂબ નાજુક છે. બસના અકસ્માત બાદ રસ્તે જતાં લોકોએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને લોકો સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધાર્યું હતું જે આખી રાત ચાલ્યું હતું. અને આ ઓપરેશન પછી 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ ઘટના ઉમ્મેદપુર ગાંપસે થઈ હતી આ જ્યાં આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો બચાવકાર્ય માટે આવી ગયા હતા. આ ગામના લોકોએ જ પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. તો પોલીસના કહેવા મુજબ હજુ સુધી આ ઘટનાનું કારણ સામે આવ્યું નથી પંરતુ પ્રાથમિક તપાસ દરમિયાન ઊંઘનું ઝોકું આવીને જવાને લીધે ડ્રાઈવરનો બસથી કંટ્રોલ છૂટી ગયો હતો અને બસ પલટીને રસ્તા પરથી ઉતરીને ખાઈમાં પડી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઘાયલોને પણ હોસ્પિટલ ખસેડાયા છે.