મેક્સિકો બોર્ડર પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક પલટી મારી જતાં 10 લોકોએ જીવ ગુમાવ્યા, 25 લોકો ધાયલ.....

મેક્સિકો બોર્ડર પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક પલટી મારી જતાં 10 લોકોએ જીવ ગુમાવ્યા, 25 લોકો ધાયલ.....
New Update

દક્ષિણ મેક્સિકોમાં એક હાઇવે પર માલવાહક ટ્રક પલટી મારી જતાં 10 વ્યક્તિના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. એક મીડિયા અહેવાલ મુજબ ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સીકન રાજ્ય ચિયાપાસમાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો. મેક્સિકોની નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના એક નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે, ટ્રક મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસમાં પિજિયાપન-ટોનાલા હાઇવે પર 'અનિયમિત રીતે' 27 ક્યુબન નાગરિકોને લઈ જઈ રહી હતી. ઘટનાના પ્રારંભિક અહેવાલોને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર ટ્રકને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો અને તેણે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોની સંખ્યા 10 મહિલાઓ છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે અને તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિગતો મુજબ INM કોન્સ્યુલર (દૂતાવાસ) અધિકારીઓ સાથે મળીને મૃતદેહોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરશે. આ સિવાય તે દેશોએ જાણવું જોઈએ કે, તેમના કેટલા નાગરિકો અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમની સ્થિતિ શું છે. મધ્ય અમેરિકા અને કેરેબિયનમાંથી સ્થળાંતર કરનારાઓ ક્યારેક યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવાની આશામાં ટ્રક અને ટ્રેલરમાં મેક્સિકો થઈને મુસાફરી કરે છે.

#ConnectGujarat #terrible accident #Mexico border
Here are a few more articles:
Read the Next Article