જમ્મુ-કાશ્મીરના કઠુઆના બિલાવર વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆના બિલાવર વિસ્તારમાં પંજતીર્થી મંદિર પાસે સોમવારે રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જો કે, સુરક્ષાદળોએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી

New Update
army  1

જમ્મુ-કાશ્મીરના કઠુઆના બિલાવર વિસ્તારમાં પંજતીર્થી મંદિર પાસે સોમવારે રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

Advertisment

જો કે, સુરક્ષાદળોએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ મુજબ, 31 માર્ચની રાત્રે આ વિસ્તારમાં શંકાસ્પદ હલચલની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સેનાએ સર્ચિંગ શરૂ કર્યુ. 

આતંકવાદીઓ તરફથી ગોળીબાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
જંગલમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓ ભાગી ન શકે તે માટે સુરક્ષા દળોએ આખી રાત આ વિસ્તારને ઘેરી લીધો હતો. સવારે 7 વાગ્યા પછી ગોળીબાર બંધ થયો. આતંકવાદીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે.કાશ્મીર પોલીસના ડીજી નલિન પ્રભાત પણ ઓપરેશન વિસ્તારની નજીક હાજર છે. NSG, CRPF અને BSF પણ આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે સ્નિફર ડોગ્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.છેલ્લા 9 દિવસમાં કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજું એન્કાઉન્ટર છે. પહેલું એન્કાઉન્ટર 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં થયું હતું. સુરક્ષા દળોને જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટના પાંચ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા.

Advertisment
Latest Stories