New Update
/connect-gujarat/media/media_files/2025/10/08/pti10_08_2025_000001b-2025-10-08-09-15-33.jpg)
જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરથી ભરેલી એક ટ્રકમાં આગ લગતા ભયાનક વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનાનું કારણ અન્ય એક સાધન સાથે ટ્રક અથડાતાં ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.
આ દુર્ઘટનામાં વિસ્ફોટ એટલો મોટો થયો હતો કે તેં આવાજ દૂર સુધી સંભળાયા હતા અને તેમાં ઘણા લોકોના ઘાયલ થયાની જાણકારી સામે આવી છે. મૌજમાબાદ વિસ્તાર નજીક ટ્રકમાં આગ લાગી. અકસ્માત બાદ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગઈ. ટ્રકમાં રહેલા સિલિન્ડરો વિસ્ફોટ થતા રહ્યા. જેના અવાજ દૂર દૂર સુધી સંભળાયા. નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
અકસ્માતનું કારણ એ હતું કે બીજા વાહન સાથે અથડાયા બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ઘટના બાદ આકાશમાં દૂર દૂરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડઝનબંધ ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે આગ ઓલવવાના પ્રવાસમાં લાગી હતી. જોરદાર વિસ્ફોટો અને સિલિન્ડર ફાટવાના અવાજને કારણે આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.
આ અકસ્માત જયપુર-અજમેર હાઇવે પર મોઝામાબાદ નજીક થયો હતો. ટ્રક ગેસ સિલિન્ડરો ભરીને જઈ રહી હતી. બીજા વાહન સાથે અથડાયા બાદ, એક જોરદાર વિસ્ફોટ સંભળાયો અને આગની જ્વાળાઓ આકાશમાં ફેલાઈ ગઈ. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
Latest Stories