કેનેડાના ટોરોન્ટો શહેરમાં કર્ણાટકના યુવકની ગોળી મારીને કરાઇ હત્યા

કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના એક યુવકની દિવસ દરમિયાન ગોળી મારીને હત્યા કરાયાની ઘટના સામે આવી છે. ખુલ્લા પાર્કિંગ લોટમાં થયેલા ગોળીબારથી

New Update
csss

કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના એક યુવકની દિવસ દરમિયાન ગોળી મારીને હત્યા કરાયાની ઘટના સામે આવી છે.

ખુલ્લા પાર્કિંગ લોટમાં થયેલા ગોળીબારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ ચંદા કુમાર (ઉંમર 37 વર્ષ) તરીકે કરવામાં આવી છે. તેઓ કર્ણાટકના રહેવાસી હતા અને છેલ્લા લગભગ 6 વર્ષથી કેનેડામાં રોજગાર માટે ગયા હતા અને ત્યાં જોબ કરતાં હતા. 

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટોરોન્ટોના વુડબાઇન શોપિંગ સેન્ટર નજીક આવેલા પાર્કિંગ લોટમાં બની હતી. દિવસના સમયે અચાનક વાહન પર નિશાન સાધીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.હુમલાખોરોએ ચંદા કુમારના વાહનને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.

Latest Stories