રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેની પ્રથમ યાદી કરી જાહેર

New Update
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેની પ્રથમ યાદી કરી જાહેર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા આજે રાજસ્થાન કોંગ્રેસે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસની ત્રીજી યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ છે. AAP અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.



રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી. કારણ કે 23 નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો થવાના કારણે ચૂંટણીની તારીખ બદલવામાં આવી હતી. ઘણી સંસ્થાઓએ આ અંગેની માંગણી કરી હતી.