આપ ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

આપ ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
New Update

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દારૂ કૌભાંડમાં 6 મહિના  બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાંના બીજા દિવસે તેમને છોડવામાં આવ્યાં હતા. સંજય સિંહ જેલમાંથી છૂટીને સીધાં અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચીને તેમની પત્ની સુનિતા કેજરીવાલને મળ્યાં હતા, પરિવાર પણ હાજર હતો.

સુપ્રીમ કોર્ટે સંજય સિંહને શરતી જામીન આપ્યાં છે જેમાની કેટલીક શરતો પ્રમાણે, સંજય સિંહ પુરાવા સાથે છેડછાડ નહીં કરે. તેઓ દિલ્હી-એનસીઆર છોડશે નહીં. જો દિલ્હી છોડીને બહાર જવું હોય તો કોર્ટને જાણ કરવી પડશે તેમજ પાસપોર્ટ પણ સબમિટ કરવો પડશે. સંજય સિંહના લોકેશન પર નજર રાખવામાં આવશે તેમજ તપાસમાં પણ સહકાર આપવો પડશે. તે ઉપરાંત કેસને લઈને કોઈ ટિપ્પણી કે નિવેદન પણ નહીં કરી શકે.

સંજય સિંહે એવું કહ્યું કે મને જામીન આપવા બદલ હું ન્યાયતંત્રનો આભાર માનું છું અને આશા રાખું છું કે મારા મોટા ભાઈ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પણ ટૂંક સમયમાં જામીન મળી જશે." જ્યાં સુધી મારા ત્રણ ભાઈઓ બહાર નહીં આવે ત્યાં સુધી અમારા ઘરમાં કોઈ ઉજવણી નહીં કરવામાં આવે. 

#India #ConnectGujarat #Rajya Sabha #Tihar Jail #AAP leader #Sanjay Singh #Rajya Sabha MP
Here are a few more articles:
Read the Next Article