મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની  બેઠક મળી

મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની મંગળવારે બેઠક મળી હતી. 18 મહિના પહેલાં પૂર્વોત્તર રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળ્યા બાદ આ પ્રથમ બેઠક યોજાઈ

ગૃહમંત્રિ
New Update
મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની  બેઠક મળી, ગૃહ મંત્રાલયે બોલાવી હતી બેઠક
 

મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની મંગળવારે બેઠક મળી હતી. 18 મહિના પહેલાં પૂર્વોત્તર રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળ્યા બાદ આ પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો હતો. ગૃહમંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના સાંસદ સંબિત પાત્રા અને નાગા સમુદાયના ત્રણ ધારાસભ્યો પણ હાજર હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મણિપુરના સીએમ એન. બિરેનસિંહ બેઠકમાં હાજર રહ્યા ન હતા પરંતુ, કેન્દ્ર વતી વાટાઘાટકાર એ.કે. મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મેઇતેઈ અને કુકી ધારાસભ્યો એક જ રૂમમાં એકઠા થયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં 10 કુકી ધારાસભ્યોમાંથી એકે પણ મેઇતેઇના પ્રભુત્વવાળા ઇમ્ફાલમાં પગ મૂક્યો નથી.

Here are a few more articles:
Read the Next Article