દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફલાઇટમાં 8 કલાક AC બંધ, અનેક મુસાફરો થયા બેભાન

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે (30 મે), એર ઈન્ડિયાની ફ્લાઈટ ​​​​​​મુસાફરોને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. ભીષણ ગરમીમાં 8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાંઆવ્યા હતા

New Update
delhi

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે (30 મે), એર ઈન્ડિયાની ફ્લાઈટ ​​​​​​મુસાફરોને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. ભીષણ ગરમીમાં 8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાંઆવ્યા હતા, જેના કારણે અનેક મુસાફરોને બેભાન થઈ ગયા હતા. લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ તમામને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.મામલો એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 183નો છે, જે ગઈ કાલે બપોરે 3:20 વાગ્યે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવાની હતી.

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

આ ફ્લાઇટ હવે લગભગ 20 કલાકના વિલંબ સાથે આજે ઉપડશે. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાને ટેગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.સ્વેતા પુંજ નામના પેસેન્જરે શુક્રવારે (31 મે) ના રોજ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમને મોડી રાત્રે હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે સવારે 8 વાગ્યે એરપોર્ટ પહોંચવાની જાણ કરવામાં આવી હતી. હવે અમે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ, અમને પાછા હોટેલ પર જવાનું કહેવામાં આવ્યું છે. બે કલાકમાં મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યાને 24 કલાક થઈ જશે.

Latest Stories