લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી કરી ધરપકડ...

દિલ્હી રેલવે સ્ટેશન પરથી લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી

New Update
લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી કરી ધરપકડ...

પોલીસ ટીમને નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનની ટીમે એક આતંકવાદીની ધરપકડ કરી છે. જે તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કુપવાડામાં ઝડપાયેલા આતંકવાદી મોડ્યુલના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. આરોપીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે.

દિલ્હી પોલીસ ટીમને નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનની ટીમે એક આતંકવાદીની ધરપકડ કરી છે, જે તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કુપવાડામાં ઝડપાયેલા આતંકવાદી મોડ્યુલના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. આરોપીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, આ ધરપકડ 4 ફેબ્રુઆરીએ થઈ હતી.

આરોપી ખુર્શીદ અહેમદ રાથેર અને ગુલામ સરવર રાથેર સાથે આતંકવાદી હેન્ડલર્સ દ્વારા એલઓસી પારથી શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરીમાં સામેલ હતો. નોંધનીય છે કે તે જમ્મુ-કાશ્મીરના તાજેતરમાં પકડાયેલા આતંકી મોડ્યુલ કેસમાં વોન્ટેડ હતો. જમ્મુ અને કાશ્મીરમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને ગુનાહિત સામગ્રી મળી આવી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

Latest Stories