Connect Gujarat
દેશ

અભિનેતા સંજય મિશ્રાની ટૂંકી હિન્દી ફિલ્મ 'ગિદ્ધા'એ કરી કમાલ, ઓસ્કાર માટે થઈ ક્વોલિફાય

અભિનેતા સંજય મિશ્રાની ટૂંકી હિન્દી ફિલ્મ ગિદ્ધાએ કરી કમાલ, ઓસ્કાર માટે થઈ ક્વોલિફાય
X

અભિનેતા સંજય મિશ્રાની ટૂંકી હિન્દી ફિલ્મ 'ગિદ્ધા'એ કમાલ કરી છે. એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જીત્યા બાદ આ ફિલ્મ હવે ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સંજય મિશ્રા અને તેના ચાહકો માટે આ સારા સમાચાર છે. સંજય મિશ્રા બોલિવૂડના એ કલાકારોમાંના એક છે જે દરેક પાત્રમાં પોતાની એક્ટિંગથી જીવ રેડી દે છે. કારકિર્દીની શરૂઆતમાં સખત સંઘર્ષ બાદ પણ સંજય મિશ્રાએ હિંમત હારી ન હતી. આજે તેમની ગણતરી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે.

સંજય મિશ્રા હાલમાં શોર્ટ ફિલ્મ ગીદ્ધને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે 'શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ' અને 'એશિયા 2023'માં એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીતી છે. ફેસ્ટિવલમાં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે તેમની શોર્ટ ફિલ્મને 'બેસ્ટ શોર્ટ ફિલ્મ'નું બિરુદ આપવામાં આવ્યું હતું. મતલબ કે, હવે સંજય મિશ્રાની ફિલ્મ સત્તાવાર રીતે ઓસ્કારની 'શોર્ટ ફિલ્મ' શ્રેણી માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

Next Story