Connect Gujarat
દેશ

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને મૂક્યું ખુલ્લું

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને મૂક્યું ખુલ્લું
X

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના ઉત્પાાદક અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે ખુલ્લી મૂકીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં તેના આ પ્રકારની અદ્યતન સુવિધાઓ પ્રથમ છે જે ભારત રાષ્ટ્રની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકીની દીશામાં પ્રગતિને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

દક્ષિણ એશિયાની આ સૌથી મહાકાય સવલતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આર્મી સ્ટાફના વડા, જનરલ મનોજ પાંડે AVSM VSM SM ADC, સેન્ટ્રલ કમાન્ડના GOC-in-C, લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ PVSM AVSM દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે SM VSM, માસ્ટર જનરલ ઑફ સસ્ટેનન્સ, લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલા UYSM YSM SM VSM તેમજ કેન્દ્રના રક્ષા મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ મહાનુભાવોની હાજર રહ્યા હતા. આ મહાનુભાવોએ રાજ્ય અને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરવા અને વિભિન્ન ક્ષમતાઓનું સર્જન કરવામાં માટે અદાણી ડિફેન્સના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરી હતી.

જોગાનુજોગ આ સુવિધાઓનું અનાવરણ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકનું ઐતિહાસિક ઓપરેશન ‘ઓપરેશન બંદર’ની આજે પાંચમી તિથીએ થયું હતું, આ ઓપરેશન બાહ્ય જોખમોનો સામનો કરવામાં ભારતની વ્યૂહાત્મક દૃઢતા અને તાકાતની સાક્ષી તરીકે યાદગાર બની રહ્યું હતું.

કાનપુરમાં ૫00 એકર જમીનમાં પથરાયેલી આ સુવિધા સૌથી મોટા સંકલિત શસ્ત્ર સરંજામ ઉત્પાદન સંકુલોમાંનું એક બની રહેવાની તૈયારીમાં છે. અહીં ભારતના સશસ્ત્ર દળો,અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટી ક્ષમતાના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરશે. આ સુવિધા અંતર્ગત ભારતની વાર્ષિક જરૂરિયાતના ૨૫% અંદાજિત ૧૫૦ મિલિયન રાઉન્ડથી શરૂ કરીને નાની યોગ્યતાના દારૂગોળાનું ઉત્પાદન શરૂ કરાયું છે.

Next Story