અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો

New Update
અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો

મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 5૦૦ એમએલના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 250 એમએલની દૂધની થેલી તથા 500 એમએલ છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.

મોધવારીના માર વચ્ચે 1 એપ્રિલે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કર્યો હતો. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.

Latest Stories