Connect Gujarat
દેશ

કોરોના બાદ દેશમાં આ રોગની રસી પર કરાશે રિસર્ચ, PM મોદીએ આપ્યા સંકેત

કોરોના બાદ દેશમાં આ રોગની રસી પર કરાશે રિસર્ચ, PM મોદીએ આપ્યા સંકેત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના બાદ ફરી એકવાર મોટી બિમારીની રસીને લઈને વાત કરી છે. તે બીમારી બીજી કોઈ નહીં પણ સર્વાઇકલ કેન્સરને લઈને છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકાર ઈચ્છે છે કે તમામ છોકરીઓ સર્વાઈકલ કેન્સરની રસી લે. નવી સરકાર બન્યા બાદ સર્વાઇકલ કેન્સર પર સંશોધન માટે દેશના વૈજ્ઞાનિકોને ફંડ ફાળવવામાં આવશે.પીએમ મોદીના નિવેદનથી સ્પષ્ટ છે કે સરકાર દેશમાં જ આ કેન્સર અને તેની રસી પર સંશોધન કરવાની યોજના બનાવી રહી છે. ગયા મહિનાની શરૂઆતમાં, વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરી હતી કે સરકાર 9 થી 14 વર્ષની વયની તમામ છોકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવશે.

Next Story