Connect Gujarat
દેશ

દેશમાં JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ મળતાં કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઇઝરી

દેશમાં JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ મળતાં કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઇઝરી
X

ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે.

રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત જીનોમ સિક્વેસિંગ માટે પોઝિટિવ નમૂના INSACOG લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.

કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક ભારતીય મુસાફર પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી હતો. આ વ્યક્તિ ઓક્ટોબરમાં સિંગાપોર ગયો હતો.

Next Story