જીત બાદ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા, વર્લ્ડકપ ટ્રોફી સાથે કરાવ્યું ફોટોશૂટ

ભારતીય ક્રિકેટ ટીમે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. સતત બીજી વખત ICC Men's T20 World Cupનું ખિતાબ જીતવામાં સફળ રહી છે. ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 96

New Update
sccs

ભારતીય ક્રિકેટ ટીમે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. સતત બીજી વખત ICC Men's T20 World Cupનું ખિતાબ જીતવામાં સફળ રહી છે. ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. જીત બાદ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું. ક્રિકેટરોને જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ ક્ષણો ક્રિકેટ પ્રેમીઓ માટે ગર્વ અને ઉજવણીનો વિષય બની છે. 

ગાંધીનગરની પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ અડાલજની વાવ ખાતે આજે ખાસ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન સુર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાત લેવા પહોંચતા ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ક્રિકેટરને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ પણ તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમને આવકાર્યા હતા. ઐતિહાસિક વાવમાં ક્રિકેટરના આગમનથી આખું પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.મળતી માહિતી મુજબ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડની ટીમના પણ કેટલાક વિદેશી મહેમાનો અડાલજની વાવ નિહાળવા માટે પહોંચ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળના વારસા વિશે માહિતી પણ મેળવી હતી.

Latest Stories