રાંચીથી દિલ્હી જતી Air Ambulance ક્રેશ, પ્લેનમાં સવાર તમામ સાતના મોત

ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હી સાત લોકોને લઈને જઈ રહેલ એક ખાનગી ચાર્ટર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થયું. તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા

New Update
plen

ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હી સાત લોકોને લઈને જઈ રહેલ એક ખાનગી ચાર્ટર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થયું. તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ આ ઘટના અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા અકસ્માતની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે. DGCAના જણાવ્યા અનુસાર, વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન વિમાનનો કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ સાથે છેલ્લે 7:34 વાગ્યે સંપર્ક થયો હતો. આ પછી વિમાન સાથે રડાર અને રેડિયો સંપર્ક બંને તૂટી ગયા હતા. વારાણસીથી દક્ષિણપૂર્વમાં લગભગ 100 નોટિકલ માઇલ દૂર આ સંપર્ક તૂટી ગયો હતો. અગાઉ, પ્રારંભિક અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.

Latest Stories